વડોદરા અને રાજકોટ રોજગાર મેળામાં મનસુખ માંડવીયા અને સીઆર પાટીલની ઉપસ્થિતિ, યુવાઓને નિમણૂક પત્રો એનાયત કર્યા



વડોદરા અને રાજકોટ રોજગાર મેળામાં મનસુખ માંડવીયા અને સીઆર પાટીલની ઉપસ્થિતિ, યુવાઓને નિમણૂક પત્રો એનાયત કર્યા



વડોદરા અને રાજકોટ: રાજ્યના વડોદરા અને રાજકોટ રેલવે ડિવિઝનમાં આયોજિત રોજગાર મેળા કાર્યક્રમોમાં નવી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વડોદરાના પ્રતિપનગર ડિવિઝનલ રેલવે ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવી નિમણૂક પામેલા યુવાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.
બીજી તરફ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ વિભાગોમાં પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મા રોજગાર મેળામાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કેન્દ્ર સરકારના આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12 લાખથી વધુ યુવક-યુવતીઓને રોજગાર મળ્યો હોવાનું જણાવાયું છે.
કાર્યક્રમોમાં જણાવવામાં આવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે યુવાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ યોજનાઓ તેમને નવી તક અને મજબૂત ભવિષ્ય તરફ આગળ વધારશે.




