જામનગરમાં કુંવરજી બાવળીયાની સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર પહોંચાડવા અધિકારીઓને કડક સૂચના

Kunvarji Bavaliya Jamnagar Review Meeting: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, કલ્યાણકારી યોજનાઓ અને શ્રમિકોના હિત માટે ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મુકાતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી...
Rupin Bakraniya
Rupin Bakraniya
જામનગરમાં કુંવરજી બાવળીયાની સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર પહોંચાડવા અધિકારીઓને કડક સૂચનાજામનગરમાં કુંવરજી બાવળીયાની સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર પહોંચાડવા અધિકારીઓને કડક સૂચના

Kunvarji Bavaliya Jamnagar Review Meeting: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, કલ્યાણકારી યોજનાઓ અને શ્રમિકોના હિત માટે ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મુકાતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, લખપતિ દીદી યોજના, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે દ્વારા યોજનાઓની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.

રોજગાર વિભાગની કામગીરીની સમીક્ષા દરમિયાન જિલ્લા રોજગાર અધિકારી શ્રીમતી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળા, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માર્ગદર્શન કેન્દ્ર, અનુબંધમ પોર્ટલ અને તાલીમ કાર્યક્રમોની માહિતી આપી હતી. મંત્રીશ્રીએ રોજગારીના અવસરો વધુ અસરકારક રીતે યુવાનો સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત કચેરીની કામગીરી, શ્રમિકોને આપવામાં આવેલી બોનસ, ગ્રેચ્યુઈટી, અસંગઠિત શ્રમયોગીઓ માટેની યોજનાઓ તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કારખાનાઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઈ-નિર્માણ કાર્ડ, ધન્વંતરી આરોગ્ય રથ, પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, શિક્ષણ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

બેઠકના અંતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો સાચો હેતુ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે તેનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સમયસર પહોંચે. તેમણે દરેક પાત્ર લાભાર્થીને વિલંબ વિના યોજનાનો લાભ મળે તે માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવાની તાકીદ કરી હતી.