
Indonesia Earthquake : ઇન્ડોનેશિયામાં શનિવારે સવારે શક્તિશાળી ભૂકંપના આંચકાથી ખળભળાટ મચી ગયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ઇન્ડોનેશિયાના દરિયાકાંઠા નજીક આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.7 નોંધાઈ છે. ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સી દ્વારા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારતે મિત્ર દેશની મદદ માટે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી છે. 'ઓપરેશન અમિસ્તાદ' હેઠળ ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન દ્વારા 35 ટન રાહત સામગ્રી, 41 સભ્યોની મેડિકલ ટીમ, ફીલ્ડ હોસ્પિટલ અને અદ્યતન મેડિકલ સાધનો વેનેઝુએલા મોકલવામાં આવ્યા છે, જે ત્યાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યને મોટી રાહત આપશે.

જાપાનમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. ઉત્તર-પૂર્વીય ઇવાતે પ્રાંતમાં રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને પરમાણુ પ્લાન્ટમાં પણ કોઈ નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા અનેક લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ સાંજે 7 વાગ્યાને 4 મિનિટે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે...

વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંવેદના સંદેશ અને મદદના આશ્વાસન બદલ વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.

Earthquake tremors felt in Delhi: દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને...