Get News Alerts

Never miss breaking news updates.

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા અનેક લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ સાંજે 7 વાગ્યાને 4 મિનિટે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે...
R Gajjar
R GajjarUpdated on: 27 Jun 2026 08:04 PM IST
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયોજમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

AI Generated Images

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા અનેક લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ સાંજે 7 વાગ્યાને 4 મિનિટે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 215 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ભયનો માહોલ
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો તરત જ ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાઓમાં પહોંચી ગયા હતા. જોકે, પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ભારતમાં ભૂકંપનો ખતરો કેટલો?
ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ભારતનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. દેશમાં ભૂકંપ જોખમને ધ્યાનમાં રાખીને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ ચાર વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ઝોન-5 સૌથી વધુ જોખમી વિસ્તાર માનવામાં આવે છે.

આસામ અને મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
આ પહેલા 24 જૂને રાત્રે 12:34 વાગ્યે આસામના ગોલપારા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 24 જૂને મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સવારે 8:08 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ઓછી તીવ્રતાને કારણે મોટાભાગના લોકોને ભૂકંપનો અનુભવ થયો ન હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની અસર

  • 4 થી 4.9 તીવ્રતા: ઘરનું સામાન્ય સામાન હલી શકે
  • 5 થી 5.9 તીવ્રતા: ફર્નિચર અને ભારે વસ્તુઓ હલી શકે
  • 6 થી 6.9 તીવ્રતા: ઇમારતોમાં તિરાડો પડી શકે
  • 7 થી 7.9 તીવ્રતા: ઇમારતોને ભારે નુકસાન થઈ શકે
  • 8થી વધુ તીવ્રતા: વિનાશક અસર અને સુનામીનું જોખમ

ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વીની અંદર આવેલી ટેક્ટોનિક પ્લેટો સતત ગતિશીલ રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા ઘર્ષણ સર્જાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ભારત હિમાલય ક્ષેત્ર અને અન્ય ફોલ્ટ લાઇનોના કારણે ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ દેશોમાં સામેલ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com