
Ahmedabad News: અમદાવાદની નરોડા પોલીસે નાના ચિલોડા સર્કલ પાસેથી 0.77 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરીને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

Anti Drug Operation : ત્રિપુરા અને મિઝોરમમાં નશીલા પદાર્થોની તસ્કરી સામે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. અસમ રાઈફલ્સે અલગ-અલગ અભિયાનો દરમિયાન ₹11.30 કરોડથી વધુ કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો.

Madhya Pradesh : ઈન્દોરમાં સિટી પોલીસે MD ડ્રગ્સના કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 55 ગ્રામથી વધુ MD ડ્રગ્સ જપ્ત કરી હોવાનું જણાવ્યું છે.

Ahmedabad : અમદાવાદમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી દરમિયાન નરોડા વિસ્તારમાંથી એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 1,850 ગ્રામ મેફેડ્રોન નામનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ SOG દ્વારા ડ્રગ્સ સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGની ટીમે ઓઢવ વિસ્તારમાંથી 160 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

Surat: સુરતના ઉત્રાણ વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. દેવીકૃપા સોસાયટીના એક મકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટના રૈયા રોડ પર આવેલા શિવપરા વિસ્તારમાં રહેતો ઈરફાન ઉર્ફે રોમિયો નામનો શખ્સ પોતાના ઘરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. એસઓજીની ટીમે તેના ઘરે તલાશી લેતા ત્યાંથી 14.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 42,300 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.