Get News Alerts

Never miss breaking news updates.

Tripura-Mizoramમાં નશા વિરોધી કાર્યવાહી, ₹11.30 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત

Anti Drug Operation : ત્રિપુરા અને મિઝોરમમાં નશીલા પદાર્થોની તસ્કરી સામે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. અસમ રાઈફલ્સે અલગ-અલગ અભિયાનો દરમિયાન ₹11.30 કરોડથી વધુ કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો.
Kunjan ShuklaUpdated on: 10 Oct 2026 02:51 PM IST
Tripura-Mizoramમાં નશા વિરોધી કાર્યવાહી, ₹11.30 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્તTripura-Mizoramમાં નશા વિરોધી કાર્યવાહી, ₹11.30 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત

Anti Drug Operation

Anti Drug Operation : ત્રિપુરા અને મિઝોરમમાં નશીલા પદાર્થોની તસ્કરી સામે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. અસમ રાઈફલ્સે અલગ-અલગ અભિયાનો દરમિયાન ₹11.30 કરોડથી વધુ કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી સ્પિયર કોર્પ્સ હેઠળ કરવામાં આવી હતી. ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં કસ્ટમ વિભાગ સાથે સંયુક્ત અભિયાન દરમિયાન 501 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત ₹2.50 કરોડ હોવાનું જણાવાયું છે. જ્યારે મિઝોરમના ચમ્ફાઈ જિલ્લામાંથી અસમ રાઈફલ્સે 11 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન ટેબ્લેટ્સ ઝડપી પાડી હતી, જેની કિંમત આશરે ₹8.80 કરોડ છે.

18 કિલોમીટર સુધી પીછો કરીને ગાંજો જપ્ત કર્યો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 9 ઑક્ટોબરે ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે નશીલા પદાર્થોની હેરાફેરી સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અસમ રાઈફલ્સ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમે પશ્ચિમ સોનાતલાથી એક શંકાસ્પદ વાહનનો પીછો કર્યો હતો. લગભગ 18 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ બૈકુંઠપુર ગામ નજીક વાહનને અટકાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 501 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જોકે, વાહનચાલક સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

અન્ય રાજ્યોમાં પણ થતી હતી તસ્કરી

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રિપુરામાં ગાંજાની ગેરકાયદે ખેતી અને તસ્કરી રોકવા માટે પોલીસ, અસમ રાઈફલ્સ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ સહિતના સુરક્ષા દળો સંયુક્ત અભિયાનો ચલાવે છે. ખાસ કરીને બાંગ્લાદેશની સરહદ નજીકના વિસ્તારોમાં આવી કાર્યવાહી કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ત્રિપુરામાં ઉત્પાદિત સૂકા ગાંજાની તસ્કરી બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં કરવામાં આવે છે. નશીલા પદાર્થોના નેટવર્કને તોડવા અને યુવાનોને નશાથી બચાવવા સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી વધુ તેજ કરી છે.

આ પણ વાંચો : PM મોદી જશે ચેન્નાઈના પ્રવાસે, 13,000 કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.