Surat: ઉત્રાણ પોલીસે ઘરમાંથી ₹1.40 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો



Ganja Seized
Surat: ઉત્રાણ પોલીસે ઘરમાંથી ₹1.40 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો



Ganja Seized
Surat: સુરતના ઉત્રાણ વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. દેવીકૃપા સોસાયટીના એક મકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ઘરમાં જ ગાંજાનું વેચાણ કરતા હોવાનો આરોપ
પોલીસને મળેલી બાતમીના આધારે દેવીકૃપા સોસાયટીના મકાનમાં તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓ ઘરમાંથી જ ગાંજાનું વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી છે.
₹1.40 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસની કાર્યવાહી દરમિયાન ગાંજાના જથ્થા સહિત કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બે ઈસમોની ધરપકડ
બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમની ઓળખ નિલેશ ગોહિલ અને પ્રિન્સ ઝા તરીકે થઈ છે.
વધુ તપાસ હાથ ધરાઈ
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો તે સહિતની વિગતો મેળવવા તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Nag Panchami: નાગપાંચમે ભરૂચમાં ભક્તિનો માહોલ, મહિલાઓએ ઉપવાસ કરી નાગદેવતાની પૂજા કરી




