Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં SOGની મોટી કાર્યવાહી : રૈયા રોડ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

રાજકોટના રૈયા રોડ પર આવેલા શિવપરા વિસ્તારમાં રહેતો ઈરફાન ઉર્ફે રોમિયો નામનો શખ્સ પોતાના ઘરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. એસઓજીની ટીમે તેના ઘરે તલાશી લેતા ત્યાંથી 14.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 42,300 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 11:49 AM IST
રાજકોટમાં SOGની મોટી કાર્યવાહી : રૈયા રોડ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયોરાજકોટમાં SOGની મોટી કાર્યવાહી : રૈયા રોડ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

રાજકોટ : રાજકોટ એસઓજી (SOG) ટીમને બાતમી મળી હતી કે રૈયા રોડ પર આવેલા રહેણાક વિસ્તારમાં એક વ્યક્તિ નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરી હતી. દરમિયાન એક શખ્સના ઘરે દરોડા પાડતા પ્રતિબંધિત ડ્રગ્સ અને રોકડ રકમ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ, રાજકોટના રૈયા રોડ પર આવેલા શિવપરા વિસ્તારમાં રહેતો ઈરફાન ઉર્ફે રોમિયો નામનો શખ્સ પોતાના ઘરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. એસઓજીની ટીમે તેના ઘરે તલાશી લેતા ત્યાંથી 14.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 42,300 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીના ઘરમાંથી ડ્રગ્સ સાથે અન્ય શંકાસ્પદ સામગ્રી અને રોકડ રકમ પણ કબજે કરી હતી. ત્યારબાદ આરોપી ઈરફાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસે સમગ્ર મામલે નેટવર્ક સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.