
Delhi Holiday: દિલ્હીમાં યોજાનારી 18મી BRICS Leaders’ Summitને ધ્યાનમાં રાખીને 11 સપ્ટેમ્બર 2026, શુક્રવારે દિલ્હીમાં સરકારી કચેરીઓ માટે રજાની જાહેરાત કરવામાં આવી છે.

Delhi Bomb Threats: દેશના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હીમાં સુરક્ષાને લઈને મોટો ખળભળાટ સર્જાયો છે. રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ સહિત કુલ 6 સ્થળોએ બોમ્બની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકીભર્યા ઈ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે અને તમામ સ્થળોએ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કયા 6 સ્થળોને મળી ધમકી? મળતી માહિતી મુજબ દિલ્હીમાં નીચેના સ્થળોને બોમ્બની...

Yashwant Varma Inquiry Report: હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે રચાયેલી તપાસ સમિતિએ તેમના પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ કરી લીધી છે અને સમિતિએ બુધવારે (12 ઓગસ્ટ, 2026) સંસદના નીચલા ગૃહ, લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. તપાસ સમિતિના રિપોર્ટમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા પર લગાવવામાં આવેલા ત્રણેય આરોપો સાબિત થયા છે. તપાસ સમિતિએ ન્યાયાધીશ સામે લગાવવામાં...

Dabur FSSAI Ban Stay: ડાબર ઇન્ડિયા લિમિટેડને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ડાબરના કેટલાક ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશના અમલ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અમિત મહાજનની એકલ પીઠે ડાબરની અરજી પર સુનાવણી દરમિયાન આ વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પ્રથમ દૃષ્ટિએ માન્યું...

જંતર-મંતર પરથી સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને અચાનક સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમની પત્ની ગીતાંજલિ અંગમોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ સાથે પોલીસની કાર્યવાહી અને હોસ્પિટલની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સોનમ વાંગચુક 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા છે. સતત બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં અરજી કરીને સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી.

Rajpal Yadav Cheque Bounce Case: નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતાં તેમની સામેના તમામ સાત ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે રાજપાલ યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે અભિનેતાને અગાઉ અનેક...

દિલ્હી હાઇકોર્ટે રાજ્યસભા સાંસદ Raghav Chadhaને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ મૂકવામાં આવેલી પાંચ પ્રથમ દૃષ્ટિએ માનહાનિકારક પોસ્ટ્સ હટાવવાનો આંશિક રાહતરૂપ આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પર્સનાલિટી રાઇટ્સના વ્યાપક રક્ષણ અથવા અન્ય તમામ પોસ્ટ્સ હટાવવાની માંગ પર કોઈ તાત્કાલિક રાહત આપવામાં આવશે નહીં.

અભિનેતા સલમાન ખાને ફિલ્મ 'કાળા હરણ: ધ બેટલ ફોર લેગસી'ના પ્રમોશન અને રિલીઝ પર રોક લગાવવાની માંગ સાથે દાખલ કરેલી અરજી પર બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુનાવણી પહેલાં ફિલ્મના નિર્માતા અમિત જાનીએ સલમાન ખાનની અરજીનો વિરોધ કરતાં અનેક ગંભીર આક્ષેપો કર્યા અને પોતાના પક્ષમાં કાનૂની તેમજ તથ્યાત્મક દલીલો રજૂ કરી.

NEET UG 2026ની પુનઃ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અને ચીટિંગ અટકાવવા માટે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર લગાવેલી અસ્થાયી પાબંધી હવે ટૂંક સમયમાં હટાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો મુજબ 23 જૂનથી ટેલિગ્રામની સેવાઓ ફરી શરૂ થઈ શકે છે, જોકે મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

નીટ-યુજી રી-એગ્ઝામ પહેલાં ટેલિગ્રામ એપ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે યોગ્ય ગણાવ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી અને સરકારના નિર્ણયને યથાવત રાખ્યો.

NEET-UG 2026 ફરી પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા તાત્કાલિક પ્રતિબંધને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કંપનીએ આ નિર્ણયને પડકારતાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. આ કેસ હવે દેશભરમાં પરીક્ષા સુરક્ષા અને ડિજિટલ પ્લેટફોર્મ નિયંત્રણને લઈને ચર્ચાનો વિષય બની ગયો છે.

Arvind Kejriwal Recusal Plea Rejected: પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક્સાઇઝ પોલિસી કેસમાં જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને હટાવવાની માંગ કરતી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ઠરાવ્યું કે પક્ષપાતના આરોપો પાયાવિહોણા હતા અને પક્ષપાતની વાજબી આશંકાના કાનૂની થ્રેશોલ્ડને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટે ઠરાવ્યું કે પક્ષપાતના આરોપો પાયાવિહોણા...