NEET-UG 2026 પહેલાં Telegram પ્રતિબંધ વિવાદ: હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો



NEET-UG 2026 પહેલાં Telegram પ્રતિબંધ વિવાદ: હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો



NEET-UG 2026 ફરી પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા તાત્કાલિક પ્રતિબંધને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કંપનીએ આ નિર્ણયને પડકારતાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. આ કેસ હવે દેશભરમાં પરીક્ષા સુરક્ષા અને ડિજિટલ પ્લેટફોર્મ નિયંત્રણને લઈને ચર્ચાનો વિષય બની ગયો છે.
મંગળવારે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency)ની ભલામણ પર Telegram પર 24 કલાકનો અસ્થાયી પ્રતિબંધ લાગુ કર્યો હતો. આ પગલું NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ પહેલાં પ્રશ્નપત્ર લીક અને ખોટી માહિતીના પ્રસારને રોકવા માટે લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સાથે જ ટેલિગ્રામને 30 જૂન સુધી તેનું મેસેજ એડિટિંગ ફીચર બંધ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
NTAનું કહેવું છે કે કેટલાક ગેરકાયદે નેટવર્ક્સ આ ફીચરનો ઉપયોગ કરીને પરીક્ષા બાદ મેસેજ એડિટ કરીને 'પ્રશ્નપત્ર લીક' ના પુરાવા ઊભા કરતા હતા, જેમાં ટાઈમસટેમ્પ યથાવત રાખીને ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી. આ રીતથી લાખો રૂપિયામાં તૈયાર સોલ્વ પેપર વેચતા રેકેટ્સ પણ સક્રિય હોવાનું એજન્સીએ જણાવ્યું છે.
સરકારી નિર્ણય બાદ ગૂગલ અને એપલે ટેલિગ્રામને તેમના એપ સ્ટોર્સમાંથી હટાવી દીધું હતું, જેના કારણે યુઝર્સને એપ ડાઉનલોડ અને અપડેટ કરવામાં મુશ્કેલી આવી હતી.
ટેલિગ્રામના CEO પાવેલ દુરોવે આ નિર્ણયની ટીકા કરી છે. પાવેલ દેરોવનું કહેવું છે કે આવા પ્રતિબંધો મૂળ સમસ્યાનો ઉકેલ લાવ્યા વિના લાખો સામાન્ય ભારતીય યુઝર્સને અસર કરે છે. તેમનો દાવો છે કે આ પગલાથી 15 કરોડથી વધુ યુઝર્સ પ્રભાવિત થાય છે.
બીજી તરફ, કેટલાક વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓએ પરીક્ષા સુરક્ષા માટેના પગલાંનું સમર્થન કર્યું છે, જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે VPN જેવા વિકલ્પો દ્વારા પ્રતિબંધને બાયપાસ કરી શકાય છે, તેથી તેનો અસરકારકતા પર પ્રશ્ન ઉભો રહે છે.
હવે હાઇકોર્ટમાં થનારી તાત્કાલિક સુનાવણી પર સૌની નજર છે, કારણ કે તેનો સીધો અસર પરીક્ષા વ્યવસ્થા અને ડિજિટલ પ્લેટફોર્મ નીતિ પર પડી શકે છે.




