
Harmanpreet Kaur : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની લાંબા સમયથી કેપ્ટન રહેલી હરમનપ્રીત કૌરે મોટો નિર્ણય લીધો છે. ટેસ્ટ, વનડે અને T20ની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે.

India vs Afghanistan T20 Series 2026: ભારત સામે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ માટે અફઘાનિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે.

DPL 2026: દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)ની એક મેચ દરમિયાન મેદાન પર એવી દુર્ઘટના બની કે થોડા સમય માટે સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો. ઈસ્ટ દિલ્હી રાઇડર્સ અને ન્યૂ દિલ્હી ટાઈગર્સ વચ્ચેની મેચ દરમિયાન ઓન-ફિલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજના ચહેરા પર બેટ્સમેનનો ઝડપી શોટ વાગ્યો હતો. ઈજા ગંભીર હોવાના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે KL રાહુલના રિટાયર્ડ હર્ટ થવાથી ભારતીય ક્રિકેટ ચાહકોની ચિંતા વધી હતી. જોકે હવે રાહુલની ફિટનેસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ હવે ઠીક છે અને જરૂર પડશે તો તે ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે.

BCCI Fine Tamil Nadu Cricketer: ક્રિકેટ મેચ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવું તમિલનાડુના એક ક્રિકેટરને ભારે પડી ગયું છે. મેચ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ગર્લફ્રેન્ડને મેસેજ કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) દ્વારા ક્રિકેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્રિકેટર પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને તમિલનાડુ પ્રીમિયર...

Abhishek Porel Arrested: દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની હુગલી પોલીસે ધરપકડ કરી છે. એક મેડિકલ વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે યૌન સંબંધ બાંધ્યા હતા. ફરિયાદમાં બંનેની ખાનગી પળો રેકોર્ડ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોરેલે આ આરોપોને નકારી કાઢ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે....

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરએ ખેલાડીઓને ખાસ નસીહત આપી છે. ગંભીરએ કહ્યું કે 15 ઓગસ્ટે મેદાનમાં ઉતરતી વખતે ટીમે દરેક સવાલ અને દરેક જવાબ માટે સંપૂર્ણ તૈયાર રહેવું પડશે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધારતો રેકોર્ડ સામે આવ્યો છે. ભારતે 2015 બાદ શ્રીલંકા સામે એકપણ ટેસ્ટ મેચ ગુમાવી નથી. હવે શુભમન ગિલની ટીમ આ દબદબો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પોતાની તોફાની બેટિંગથી સતત ચર્ચામાં છે. હવે ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જોસ બટલરે વૈભવને લઈને એવી ભવિષ્યવાણી કરી છે, જેને સાંભળીને ક્રિકેટ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

India vs Sri Lanka Test Series 2026: શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે, જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. ભારતીય ખેલાડીઓના શ્રીલંકા પહોંચ્યાના ફોટા અને વીડિયો શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર નજરે પડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ...

ભારતીય ટીમના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગની ચર્ચા વચ્ચે વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈશાને જણાવ્યું કે ટીમના સિનિયર ખેલાડીઓ સતત પ્રયત્ન કરે છે કે વૈભવ સોશિયલ મીડિયાની ચમક-ધમકથી દૂર રહી પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ અને રમતના વિકાસ પર કેન્દ્રિત રાખે.

ભારતના પૂર્વ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે બંને દિગ્ગજ ખેલાડીઓએ ક્યારે નિવૃત્તિ લેવી તે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે.

ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પ્ટનશાયરના કોચ તરીકે કાર્યરત લેહમેને કહ્યું, "હું નોર્થમ્પ્ટનશાયર સાથે ખૂબ ખુશ છું. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદ માટે મારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ પદ માટે ઘણા ઉમેદવારો હશે અને શક્ય છે કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પહેલેથી જ કોઈ વિકલ્પ નક્કી કર્યો હોય."

ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્માનો બચાવ કરતાં કહ્યું છે કે રોહિત જેવા અનુભવી ખેલાડી પર કોઈપણ પ્રકારનું દબાણ નથી. બીજી તરફ, તેમની ખરાબ ફોર્મને લઈને પસંદગીકારો ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

વડોદરા: ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનાર વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું વતન પરત ફરતા વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો, યાસ્તિકાના પરિવારજનો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. ઢોલ-નગારાના તાલ, ફૂલહાર અને શુભેચ્છા બેનરો સાથે યાસ્તિકાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યાસ્તિકાના...
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જૂન 2026ના ICC Men's Player of the Month એવોર્ડ માટે ભારતના કેપ્ટન શુભમન ગિલ, બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મોસાદ્દેક હુસૈન અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર નાથન સ્મિથના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે એકમાત્ર ટેસ્ટમાં 126 રનની સદી ફટકારી હતી, જ્યારે વનડે...