લોર્ડ્સમાં ઇતિહાસ રચનાર યાસ્તિકા ભાટિયાનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત


લોર્ડ્સમાં ઇતિહાસ રચનાર યાસ્તિકા ભાટિયાનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત


વડોદરા: ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનાર વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું વતન પરત ફરતા વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો, યાસ્તિકાના પરિવારજનો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. ઢોલ-નગારાના તાલ, ફૂલહાર અને શુભેચ્છા બેનરો સાથે યાસ્તિકાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યાસ્તિકાના માતા-પિતા, મોટી બહેન તેમજ અન્ય પરિવારજનોએ તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. એરપોર્ટ પર ઉપસ્થિત ક્રિકેટ ચાહકોએ 'ભારત માતા કી જય' અને 'યાસ્તિકા ભાટિયા ઝિંદાબાદ' જેવા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું. યાસ્તિકા ભાટિયાની આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર વડોદરા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની છે. તેમની સફળતાએ યુવા ક્રિકેટરો માટે નવી પ્રેરણા ઊભી કરી છે.




