IND vs SL : 77 રને અટકી રાહુલની ઈનિંગ્સ, હવે સદી પૂરી કરવાની તક!


IND vs SL
IND vs SL : 77 રને અટકી રાહુલની ઈનિંગ્સ, હવે સદી પૂરી કરવાની તક!


IND vs SL
IND vs SL : રાહુલ ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે 162 બોલમાં 77 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. તેની ઈનિંગ્સ દરમિયાન રાહુલે 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તે પોતાની 13મી ટેસ્ટ સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ક્રેમ્પ્સની સમસ્યા થઈ અને અસ્વસ્થતા અનુભવાતા તેણે રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો.
KL રાહુલને લઈને કોચ સિતાંશુ કોટકનો મોટો ખુલાસો
રાહુલની તકલીફને કારણે ભારતીય ટીમના ફિઝિયોએ મેદાન પર તેની તપાસ કરી હતી. રાહુલને ચાલવામાં પણ અસ્વસ્થતા જોવા મળી રહી હતી, જેના પગલે તેને વધુ જોખમ ન લેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ તે ફિઝિયો સાથે મેદાનની બહાર ગયો હતો. શરૂઆતમાં આ ઘટનાને ઈજાના સંકેત તરીકે જોવામાં આવી હતી, પરંતુ બાદમાં ટીમ મેનેજમેન્ટ તરફથી રાહતજનક માહિતી મળી હતી કે રાહુલને મુખ્યત્વે ક્રેમ્પ્સની સમસ્યા થઈ હતી. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે રાહુલની સ્થિતિ અંગે કહ્યું કે હવે તે ઠીક છે. એટલે કે રાહુલની સ્થિતિ ગંભીર નથી અને તે આગળ બેટિંગ કરી શકે છે. જોકે, તે બીજા દિવસે ચોક્કસ ક્યારે બેટિંગ કરવા આવશે તેનો નિર્ણય મેચની પરિસ્થિતિ અને ટીમની જરૂરિયાત પ્રમાણે લેવામાં આવશે.
ટીમ ઈન્ડિયાના કોચે આપ્યું મોટું અપડેટ
રાહુલ માટે આ ઈનિંગ્સ ખાસ મહત્વની હતી. તે 77 રને રમી રહ્યો હતો અને પોતાની સદીથી માત્ર 23 રન દૂર હતો. જો તે ફરી મેદાનમાં આવીને બેટિંગ કરે છે, તો તેની અધૂરી ઈનિંગ્સ પૂર્ણ કરવાની સાથે ટેસ્ટ સદી ફટકારવાની તક પણ તેની પાસે રહેશે. બીજી તરફ, ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે ભારત માટે દેવદત્ત પડિક્કલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પડિક્કલે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદી ફટકારી અને દિવસના અંતે 131 રને અણનમ રહ્યો હતો. ભારતે પ્રથમ દિવસનો અંત 288/2ના મજબૂત સ્કોર સાથે કર્યો હતો. હવે તમામની નજર ટેસ્ટના બીજા દિવસ પર રહેશે. સૌથી મોટો સવાલ એ છે કે શું KL રાહુલ ફરી મેદાનમાં આવીને પોતાની 77 રનની ઈનિંગ્સને સદીમાં ફેરવી શકશે? ટીમ તરફથી મળેલા ફિટનેસ અપડેટ બાદ ભારતીય ચાહકોને ચોક્કસપણે રાહુલની વાપસીની આશા જાગી છે.




