
Organ Donation: મૃતકની પત્નીએ ભારે દુઃખની ઘડીમાં માનવતાભર્યો નિર્ણય લઈને અંગદાન માટે સંમતિ આપી હતી. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 262 પર પહોંચ્યો છે.

Ahmedabad Civil Hospital : અમદાવાદ સિવિલનું ભારણ ઘટાડવા સોલા GMERSમાં પણ સ્થાયી તબીબી મંડળની રચના કરાઈ.

અમદાવાદ સ્થિત ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં ઇદે મિલાદ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે સામાજિક સમરસતા, માનવતા અને ડોક્ટર-દર્દીના વિશ્વાસનું એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું હતું.

Rakhi to Spine Surgeon: રક્ષાબંધન અને ઈદના પર્વ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં માનવતા, વિશ્વાસ અને સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. બિહારની 14 વર્ષીય મુસ્લિમ દીકરી...

Ahmedabad Civil Hospital Organ Donation: સ્વતંત્રતા પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું 251મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા 38 વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અંગદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણયથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. માર્ગ અકસ્માત બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા મળતી...

Organ Donation Gujarat: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે 'વિશ્વ અંગદાન દિવસ' નિમિત્તે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં 'પ્રેરણા કક્ષ' અને દર્દીઓ માટે 'ઇલેક્ટ્રિક કાર' સેવાઓનું લોકાર્પણ કરવા આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ તથા IKDRC - આ ત્રણેય સરકારી હોસ્પિટલોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશનની...

Gujarat Cabinet: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ બુધવારે મળેલી ગુજરાત કેબિનેટ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓની માહિતી આપી હતી.

અમદાવાદ: ‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026’ના અવસરે ગુજરાતે ફરી એકવાર દેશભરમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને વિવિધ શ્રેણીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અંગદાન અને અંગ...

ગાંધીનગર: ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (Idiopathic Thrombocytopenic...

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે.

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતની 31 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં પણ મોટું દિલ રાખીને ગુપ્ત રીતે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉમદા નિર્ણયના કારણે ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, "કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે."

અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા ‘અતુલ્યમ 1 થી 4 બ્લોક’ના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ. 53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં સકારાત્મક અભિગમ દાખવીને ટાટા એરલાઈન્સે રૂ. 53.12 કરોડની પૂરેપૂરી રકમ આગામી સમયમાં આરોગ્ય વિભાગને ચૂકવશે તેમ, આરોગ્ય રાજ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. આ અંગે...