
અણિયોડ પ્રાથમિક શાળાના મેદાન ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિદિવસ યોગાભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે.

કોમનવેલ્થ ગેમ્સના માહોલ વચ્ચે ગ્લાસગોમાં ભારતની સંસ્કૃતિની ઝલક જોવા મળી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય અને સ્કોટિશ નાગરિકો સાથે યોગ કરીને દિવસની શરૂઆત કરી હતી. યોગ સત્રમાં તેમણે યોગને વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ ગણાવી અને તેના મહત્વ વિશે વાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026, 21 જૂને છે. આ વર્ષે યોગ દિવસનું મુખ્ય વિષય “યોગ ફોર હેલ્ધી એજિંગ” રાખવામાં આવ્યું છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે સ્વાસ્થ્ય જાળવવા માટે “આસનોની રાણી” તરીકે ઓળખાતા સર્વાંગાસનના નિયમિત અભ્યાસની ભલામણ કરી છે, જે અનેક રીતે લાભદાયક માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે સવારે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે "આરોગ્યવર્ધક યોગ શિબિર"નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં શહેરના મેયર હિતેશ બારોટ, કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આજની ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીમાં માનસિક તણાવ, થાક અને શરીરમાં જકડાણ જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. સતત કામનો બોજ, સ્ક્રીન સામે લાંબા સમય સુધી બેસવું અને માહિતીના વધતા પ્રવાહને કારણે શરીર અને મન બંને પર અસર જોવા મળે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે લોકોને રોજિંદા જીવનમાં સરળ યોગ આધારિત મૂવમેન્ટ્સ કરવાની સલાહ આપી છે.

વર્તુલાસન શરીરને લવચીક અને મજબૂત બનાવે છે. આ આસન દરમિયાન રીઢની હાડકીમાં સ્ટ્રેચ આવે છે, જે શરીરની ફ્લેક્સિબિલિટી સુધારે છે. સાથે જ તે થાઈરોઇડ ગ્રંથીને સક્રિય કરી મેટાબોલિઝમ સુધારે છે અને પાચનક્રિયા મજબૂત બનાવે છે.