હર્ષ સંઘવીએ ભારતીયો અને સ્કોટિશ નાગરિકો સાથે કર્યો યોગ, કહ્યું- યોગ વિશ્વને ભારતની અનોખી ભેટ

કોમનવેલ્થ ગેમ્સના માહોલ વચ્ચે ગ્લાસગોમાં ભારતની સંસ્કૃતિની ઝલક જોવા મળી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય અને સ્કોટિશ નાગરિકો સાથે યોગ કરીને દિવસની શરૂઆત કરી હતી. યોગ સત્રમાં તેમણે યોગને વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ ગણાવી અને તેના મહત્વ વિશે વાત કરી હતી.
Rahul Desai
Rahul Desai
હર્ષ સંઘવીએ ભારતીયો અને સ્કોટિશ નાગરિકો સાથે કર્યો યોગ, કહ્યું- યોગ વિશ્વને ભારતની અનોખી ભેટહર્ષ સંઘવીએ ભારતીયો અને સ્કોટિશ નાગરિકો સાથે કર્યો યોગ, કહ્યું- યોગ વિશ્વને ભારતની અનોખી ભેટ

ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દિવસની શરૂઆત યોગ સત્ર સાથે કરી હતી. આ ખાસ યોગ શિબિરમાં સ્થાનિક સ્કોટિશ નાગરિકો તેમજ ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હર્ષ સંઘવીએ કોઈ વિશેષ પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકો સાથે મળીને વિવિધ યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “યોગ એ ભારત તરફથી સમગ્ર વિશ્વને મળેલી અનોખી અને મૂલ્યવાન ભેટ છે. યોગ શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક શાંતિનો પણ સમન્વય કરે છે.”

તેમણે વધુમાં કહ્યું કે, ગ્લાસગોમાં ભારતીય સમુદાય અને સ્કોટિશ નાગરિકો સાથે મળીને યોગ કરવો એ ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને મિત્રતાનું સુંદર ઉદાહરણ છે.

યોગ સત્ર દરમિયાન ભારતીય પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક યોગાસન અને પ્રાણાયામમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદેશની ધરતી પર પણ ભારતીય યોગ અને સંસ્કૃતિનો સંદેશ પહોંચ્યો હતો.