
Surat Varachha Murder Case: સુરતના વરાછા વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સંજય પટેલ નામકે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે.

Surat: લિંબાયત વિસ્તારમાં ગાંધી ચોક, કુબા મસ્જિદ પાસે રિક્ષામાં આગચંપી કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. ઝુબેર પટેલની રિક્ષાને એક અજાણ્યા શખ્સે આગ ચાંપી દેતા રિક્ષા બળીને ખાક થઈ ગઈ.

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીમાં એક દિવસનું મૃત નવજાત શિશુ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ શિશુને ત્યજી દેનાર માતાને ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં સમાજમાં બદનામીના ડરના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

સાવકા પિતા ઘરમાં માતા હાજર હોવા છતાં સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપીએ સમગ્ર મામલે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સુરત શહેરમાં ભરબજારે નશાની હાલતમાં એક યુવક આંતક મચાવતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નશાની હાલતમાં યુવક દુકાનદારને છરો બતાવીને તેને મારી નાખવાની ધમકી આપતા સીસીટીવીમાં કેદ થઈ ગયુ હતુ. જેના કારણે વેપારીઓએ પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. અને આવો બનાવ ફરીથી ના બને તે માટે આ આરોપીને કડકમાં કડક સજા થાય તેની માંગ કરવામાં આવી હતી.

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કીડિયાબેટ ખાતે પોલીસએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં 3,200 લિટર બાયોડીઝલ ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં લોકોને સસ્તા સોનું આપવાનું કહીને ઠગતા ગેંગ સુરત પોલીસે ઝડપી પાડી છે. જે લોકોને પૈસા એક કા ત્રણ ગણા કરવાની લાલચ આપતા હતા. અને પૈસાને બદલે કાગળના થપ્પા આપીને લોકો સામે ઠગાઈ કરતા હતા. પોલીસે તેમને ઝડપ્યા ત્યારે તેમની પાસેથી 1 કરોડની નોટો જપ્ત કરવામાં આવી છે. અને ગુજરાત સહિત મહારાષ્ટમાં પણ અલગ અલગ જગ્યાએ જઈને લોકોને ઠગાઈ કરતા હતા. જેના કારણે પોલીસે તેમની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.