સુરતમાં સસ્તુ સોનું આપવાના બહાને 3 ઠગ ઝડપાયા, 1 કરોડની નકલી નોટો જપ્ત કરી



સુરતમાં સસ્તુ સોનું આપવાના બહાને 3 ઠગ ઝડપાયા, 1 કરોડની નકલી નોટો જપ્ત કરી



સુરત સુરતમાં સસ્તામાં સોનું આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ લોકો પાસેથી પૈસા લઈને સોનું આપવાના બદલે કાગળના થપ્પા આપી ઠગાઈ કરતા હતા. પોલીસને તેમની પાસેથી આશરે 1 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ લોકોને સસ્તામાં સોનું આપવાની અને પૈસા ડબલ કે ત્રિગુણ કરવાની લાલચ આપી ફસાવતા હતા. ખાસ કરીને તેઓ નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને ઓરિજિનલ નોટોના બદલે કાગળના બંડલ આપતા હતા.
આરોપીઓ પોટેશિયમ પરમેંગેનેટ સહિતના કેમિકલનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા હતા. સમગ્ર મામલે સુરત પોલીસને બાતમી મળતા જ કાર્યવાહી હાથ ધરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ઔરંગાબાદ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ આવી જ રીતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. હાલ પોલીસ આરોપીઓના અન્ય સાગરિતો અંગે વધુ તપાસ કરી રહી છે.




