
Weather : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Update: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાત,...

Aravalli: અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે હાલ તેઓ વરસાદ અંગે કોઈપણ પ્રકારની આગાહી નહીં કરે. આ નિર્ણય પાછળનું કારણ પણ તેમણે જાહેર કર્યું છે.

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે અને આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પહેલાં IMDએ વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જાહેર કર્યું છે. GT અને RCB વચ્ચેની ખિતાબી ટક્કર પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જોકે IPL દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ ગુજરાત અને રાજસ્થાનના ઉપરના ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમની અસર ધીમે-ધીમે ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે આજથી 4 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે.