અંબાલાલ પટેલની મોટી જાહેરાત: હાલ વરસાદની આગાહી નહીં કરું

ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે હાલ તેઓ વરસાદ અંગે કોઈપણ પ્રકારની આગાહી નહીં કરે. આ નિર્ણય પાછળનું કારણ પણ તેમણે જાહેર કર્યું છે.
Rahul Desai
Rahul Desai
અંબાલાલ પટેલની મોટી જાહેરાત: હાલ વરસાદની આગાહી નહીં કરુંઅંબાલાલ પટેલની મોટી જાહેરાત: હાલ વરસાદની આગાહી નહીં કરું

અમદાવાદ: ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ તેઓ વરસાદ અંગે કોઈપણ પ્રકારની આગાહી નહીં કરે. તેમના આ નિર્ણય બાદ રાજ્યભરમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા તેમની આગાહીઓને લઈને કરવામાં આવેલા આક્ષેપોથી તેમને દુઃખ થયું છે. તેમના મતે આ આક્ષેપો માત્ર તેમની વ્યક્તિ સામે જ નહીં, પરંતુ પરંપરાગત વૈદિક જ્ઞાન અને ઋષિમુનીઓની જ્ઞાન પરંપરા સામે પણ છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. સમાજનું કલ્યાણ તેમના માટે વધુ મહત્વનું હોવાથી હાલની પરિસ્થિતિમાં તેમણે વરસાદ અંગે આગાહીથી થોડા સમય માટે દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જો તેમને લોકોનો પૂરતો સાથ અને સમર્થન મળશે તો તેઓ ભવિષ્યમાં ફરીથી વરસાદની આગાહી કરવાનો વિચાર કરશે. હાલમાં તેમના આ નિર્ણયને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચા ચાલી રહી છે.