
Bihar : ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી નંદન યાદવ સાથે પોલીસની અથડામણ થઈ હોવાની માહિતી સામે આવી છે. અથડામણ દરમિયાન નંદન યાદવના પગમાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર બાદ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી એજાજ (25)ના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વાસદ એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા બે પોલીસ જવાનોની ખબરઅંતર પૂછવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને બહાદુર પોલીસ જવાનો સાથે તેમણે મુલાકાત કરી તેમની તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ તેમનું મનોબળ વધાર્યું.

Sharad Singhal Attack Case: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના ઓપરેશન દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. ગેરકાયદેસર હથિયારોના કેસમાં ઝડપાયેલા એક હિસ્ટ્રીશીટર આરોપીએ પૂછપરછ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓ સાદા કપડામાં કાર્યવાહી કરી...

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ચાર વર્ષની બાળકીના અપહરણ અને તેના પર કથિત દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપીની એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 60 વર્ષીય અબરાર, બાળકીનો જ એક સંબંધિત સગો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.