અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો: આરોપીને પકડવા દરમિયાન ગોળીબાર, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત



અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો: આરોપીને પકડવા દરમિયાન ગોળીબાર, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત



Sharad Singhal Attack Case: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના ઓપરેશન દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. ગેરકાયદેસર હથિયારોના કેસમાં ઝડપાયેલા એક હિસ્ટ્રીશીટર આરોપીએ પૂછપરછ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓ સાદા કપડામાં કાર્યવાહી કરી રહ્યા હતા. આરોપીને જાણ નહોતી કે સામેથી પૂછપરછ કરનાર અધિકારી JCP ક્રાઈમ છે. આરોપીની અગાઉ તલાશી લેવામાં આવી ચૂકી હતી. પૂછપરછ દરમિયાન નશાની હાલતમાં આરોપી અચાનક ઉગ્ર બન્યો હતો. સ્થળ પર રહેલી રસોડામાં વપરાતી છરી ઉઠાવી અધિકારી પર હુમલો કર્યો. હુમલામાં JCPના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. બીજી બાજુ આત્મરક્ષા માટે JCPએ સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી અને ઇજાગ્રસ્ત અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસને મળેલી બાતમીના આધારે ઈસાનપુર વિસ્તારના રહેવાસી અને હિસ્ટ્રીશીટર કલીમ શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન JCP શરદ સિંઘલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એન. ઘાસુરા સહિતની ટીમ હાજર હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉશ્કેરાયો અને પોતાની પાસે રહેલી છરી વડે JCP શરદ સિંઘલ પર હુમલો કર્યો. હુમલામાં JCPના હાથના ભાગે ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરત સિંઘલ પર રિઢા ગુનેગારે હુમલો કર્યો. ઈશનપુરનો રહેવાસી મોહમ્મદ કલિમ ઉર્ફે કલીમ ભૈયા નામના આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે ચંડોળા તળાવ પહોંચી ત્યારે 37 ગુનાના રિઢા આરોપીએ અધિકારી પર ચાકુથી હુમલો કરી કર્યો હોવાથી શરત સિંઘલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
ગેરકાયદેસર હથિયારની હેરાફેરીની બાતમીના આધારે હિસ્ટ્રીશીટર કલીમ શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, જ્યારે બાદ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા પોલીસ ઈન્સપેક્ટર આઈ.એન. ઘાસુરા દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન આરોપીએ અચાનક અધિકારીઓ પર હુમલો કર્યો. પોતાની પાસે સંતાડેલી છરીથી અધિકારી પર હુમલો કરી દીધો હતો.
આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ
હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં JCP શરદ સિંઘલે (Sharad Singhal) પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે કાબૂમાં આવ્યો.
બંનેને હોસ્પિટલમાં ખસેડાયા
ઈજાગ્રસ્ત JCP શરદ સિંઘલ (Sharad Singhal)ને તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ચાર હથિયારો જપ્ત
પોલીસે આરોપીના કબજામાંથી કુલ ચાર ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આરોપી સામે 30થી વધુ ગુના નોંધાયેલા
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી સહિત 30થી વધુ ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



