Get News Alerts

Never miss breaking news updates.

Bihar : જમુઈ કાંડના મુખ્ય આરોપી નંદન યાદવનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી, બીજા આરોપીનો તુટ્યો પગ

Bihar : ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી નંદન યાદવ સાથે પોલીસની અથડામણ થઈ હોવાની માહિતી સામે આવી છે. અથડામણ દરમિયાન નંદન યાદવના પગમાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 01:26 PM IST
Bihar : જમુઈ કાંડના મુખ્ય આરોપી નંદન યાદવનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી, બીજા આરોપીનો તુટ્યો પગBihar : જમુઈ કાંડના મુખ્ય આરોપી નંદન યાદવનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી, બીજા આરોપીનો તુટ્યો પગ

Bihar

Bihar : જમુઈમાં સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિની સાથે થયેલી કથિત અભદ્ર વ્યવહારના વાયરલ વીડિયો મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી નંદન યાદવ સાથે પોલીસની અથડામણ થઈ હોવાની માહિતી સામે આવી છે. અથડામણ દરમિયાન નંદન યાદવના પગમાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય આરોપી હરે રામના પગમાં ઈજા થઈ હોવાની માહિતી છે.

વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો

અથડામણ બાદ બંને આરોપીઓને સારવાર માટે જમુઈ સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બિહાર પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADG) લો એન્ડ ઓર્ડરે પોલીસની કાર્યવાહી અંગે પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, જમુઈમાં સગીર યુવક-યુવતી સાથે કથિત અભદ્ર વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક યુવકો સગીર યુવક અને યુવતીને રસ્તા પર રોકતા અને યુવતી સાથે કથિત રીતે અશોભનીય વર્તન કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.

તપાસ માટે SITની રચના કરવામાં આવી

આ કેસમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓ ફરાર હતા. પોલીસના જણાવ્યા મુજબ, મામલે સંબંધિત પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 128, 74 અને 75 તેમજ POCSO એક્ટની કલમ 8 અને 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને જમુઈ SDPOના નેતૃત્વ હેઠળ તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના 19 સપ્ટેમ્બરની સાંજે આશરે 6થી 7 વાગ્યાની વચ્ચે જમુઈ-લખીસરાય મુખ્ય માર્ગથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા પહાડી વિસ્તારમાં બની હતી. પોલીસે બંને પીડિત સગીરો પાસેથી માહિતી મેળવી હતી. હવે પોલીસ ઘટનાસ્થળે પેટ્રોલિંગની વ્યવસ્થા સહિત સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જે લોકોની ભૂમિકા સામે આવશે, તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : National Film Awards 2026 હવે પ્રવાસન સ્થળોએ યોજાશે, અશ્વિની વૈષ્ણવે તમામ રાજ્યોને કરી ખાસ અપીલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.