વાસદ એન્કાઉન્ટરમાં ઘાયલ પોલીસ જવાનોની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

વાસદ એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા બે પોલીસ જવાનોની ખબરઅંતર પૂછવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને બહાદુર પોલીસ જવાનો સાથે તેમણે મુલાકાત કરી તેમની તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ તેમનું મનોબળ વધાર્યું.
Growth Now News
Growth Now News
વાસદ એન્કાઉન્ટરમાં ઘાયલ પોલીસ જવાનોની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીવાસદ એન્કાઉન્ટરમાં ઘાયલ પોલીસ જવાનોની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

વાસદ એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા બે પોલીસ જવાનોની ખબરઅંતર પૂછવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને બહાદુર પોલીસ જવાનો સાથે તેમણે મુલાકાત કરી તેમની તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ તેમનું મનોબળ વધાર્યું.

મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ઘાયલ પોલીસ જવાનો સાથે વાતચીત કરી તેમની સારવાર, સ્વાસ્થ્યની સ્થિતિ અને જરૂરી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે પોલીસ જવાનોની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને બહાદુરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પોલીસ દળ સાથે મજબૂતીથી ઉભી છે અને સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ રહેવા દેવામાં આવશે નહીં.

હર્ષભાઈ સંઘવીએ શ્રીકૃષ્ણ હોસ્પિટલના તબીબો સાથે પણ બેઠક કરી બંને પોલીસ જવાનોની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ડોક્ટરોએ હાલની તબિયત, ચાલી રહેલી સારવાર અને આગામી સારવાર પ્રક્રિયા અંગે નાયબ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

વાસદ એન્કાઉન્ટર બાદ સમગ્ર રાજ્યમાં આ ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે નાયબ મુખ્યમંત્રીની હોસ્પિટલ મુલાકાતને પોલીસ દળના મનોબળ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પોલીસ જવાનોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું પણ આ પ્રસંગે પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.