
Junagadh SOG: નવરાત્રીના તહેવાર પહેલા જૂનાગઢ SOG દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્ક સામે કાર્યવાહી કરતાં દાણીલીમડા વિસ્તારમાંથી બે શખ્સોને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દાણીલીમડા-નારોલ BRTS વર્કશોપ નજીક જાહેર સ્થળે દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.

અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ દરમિયાન જમાલપુર ચાર રસ્તા પાસેથી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી આશરે 350 કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Rajkot SOG Mephedrone Drug Seizure: રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 37.51 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ ₹1,17,530નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે અગાઉ પણ NDPS...

રાજકોટ: શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ જ અભિયાન હેઠળ SOG પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી શિવ શક્તિ હોટલ પાસેથી અંદાજે 18.3 કિલો પોષડોડાનો જથ્થો જપ્ત કરીને રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચાલતા 'નશા મુક્તિ જમ્મુ-કાશ્મીર અભિયાન' અંતર્ગત શ્રીનગર પોલીસે ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંદાજે ₹8 કરોડની કિંમતની 10 અચળ મિલકતો જપ્ત કરી છે. આ કાર્યવાહી NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટાન્સ) એક્ટ હેઠળ કરવામાં આવી છે. પોલીસે શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં વિવિધ કુખ્યાત ડ્રગ્સ તસ્કરોની રહેણાંક મિલકતોને સીલ કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં બે માળ,...

સાણંદ: અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા કપડાંની દુકાનની આડમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. કપડાંની દુકાનની આડમાં ચાલતા આ નશાના વેપલામાં પોલીસે સ્થાનિક દુકાનદાર સહિત ડ્રગ્સ સપ્લાય કરતી રાજસ્થાનની એક મહિલા અને અન્ય બે શખ્સો મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે, પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદ...

Drug Seizure: ગુજરાતના ગાંધીનગરના મોટા ચિલોડા વિસ્તારમાં ગુજરાત CID (ક્રાઈમ) ના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ ઓપરેશન દરમિયાન બે વ્યક્તિઓની લગભગ 12 કિલો માદક દ્રવ્ય (ગાંજા) સાથે ધરપકડ કરવામાં આવી હતી. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે, ANTFના ગાંધીનગર ઝોનની ટીમે ચિલોડા સર્કલ ખાતે એક સરકારી બસને અટકાવી અને બે શંકાસ્પદોની ધરપકડ કરી, જેઓ ગાંજાની...