રાજકોટ SOGનો મોટો દરોડો: 18.3 કિલો પોષડોડા સાથે રાજસ્થાનનો સપ્લાયર ઝડપાયો

રાજકોટ: શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ જ અભિયાન હેઠળ SOG પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી શિવ શક્તિ હોટલ પાસેથી અંદાજે 18.3 કિલો પોષડોડાનો જથ્થો જપ્ત કરીને રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

રાજકોટ: શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ જ અભિયાન હેઠળ SOG પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી શિવ શક્તિ હોટલ પાસેથી અંદાજે 18.3 કિલો પોષડોડાનો જથ્થો જપ્ત કરીને રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રીનલેન્ડ ચોકડીથી નવાગામ જતા માર્ગ પર આવેલી શિવ શક્તિ હોટલ પાસે એક વ્યક્તિ મોટા પ્રમાણમાં પોષડોડા લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ₹2.89 લાખની બજાર કિંમતનો 18.3 કિલો પોષડોડાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ચુનારામ જાટ નામના આરોપીની ધરપકડ કરી છે, જે રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા આરોપી વિરુદ્ધ રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત કાર્યવાહી કરી રહી છે અને આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.