Dahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરાર

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.
Rahul Desai
Rahul Desai
Dahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરારDahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરાર

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે શું ઝડપી પાડ્યું?

430.083 કિલોગ્રામ અફીણના ડોડા (પોષડોડા) — કિંમત ₹64,62,450
કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર — કિંમત ₹10,00,000
કુલ મુદ્દામાલની કિંમત — ₹74,62,450

શંકાસ્પદ સ્કોર્પિયોનો પોલીસે કર્યો પીછો: 

મળતી માહિતી મુજબ ઇન્દોર-અમદાવાદ હાઇવે પર કઠલા ગામ તરફથી એક સ્કોર્પિયો શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી હતી. કતવારા પોલીસની ટીમે વાહનને રોકવાનો પ્રયાસ કરતાં સ્કોર્પિયોના ચાલકે ગાડી ઉભી રાખી નહોતી.

પોલીસે વાહનનો પીછો શરૂ કરી રસ્તા પર બેરિકેટ ગોઠવી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્કોર્પિયોના ચાલકે દાહોદ રૂરલ ચેકપોસ્ટ પરના બેરિકેટને ટક્કર મારીને ગાડી ભગાવી હતી.

રામપુરા પાસે ટાયર ફાટતાં આરોપીઓ ફરાર: 

પોલીસે પીછો ચાલુ રાખ્યો હતો. દરમિયાન રામપુરા ગામ નજીક હાઇવે રોડ પર સ્કોર્પિયોનું ટાયર ફાટી ગયું હતું. ત્યારબાદ કારમાં સવાર બંને શખ્સો ગાડી ત્યાં જ મૂકીને અન્ય વાહનમાં બેસી ફરાર થઈ ગયા હતા.

પોલીસે સ્કોર્પિયોની તપાસ કરતાં તેમાં મેણીયાના થેલાઓમાં ભરેલો અફીણના ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી: 

કતવારા પોલીસ અને તેમની ટીમે અફીણના ડોડાનો સમગ્ર જથ્થો તથા સ્કોર્પિયો કબજે કરી લીધો છે. આ મામલે NDPS એક્ટની કલમ 15(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરાર થયેલા બંને શખ્સોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે વાહન અને અન્ય મળેલા પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કામગીરી વધુ કડક બની હોવાનું સામે આવ્યું છે.