N

Narendra Modi Government

FCRA Amendment Bill: સરકાર JPCમાં મોકલશે, વિપક્ષે બિલ રદ કરવાની માંગ કરી

FCRA Amendment Bill: સરકાર JPCમાં મોકલશે, વિપક્ષે બિલ રદ કરવાની માંગ કરી

FCRA Amendment Bill: સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 (FCRA Amendment Bill)ને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવાની દરખાસ્ત કરવામાં આવી છે. બુધવારે ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરશે.

Rahul Desai
અજિત ડોભાલને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત, અમિત શાહે કહ્યું- દેશની સુરક્ષા મજબૂત કરવામાં તેમનું યોગદાન ઐતિહાસિક

અજિત ડોભાલને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત, અમિત શાહે કહ્યું- દેશની સુરક્ષા મજબૂત કરવામાં તેમનું યોગદાન ઐતિહાસિક

Ajit Doval Lokmanya Tilak Award: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પુણેમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને આ સન્માન અર્પણ કર્યું અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમના યોગદાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી. અમિત શાહે જણાવ્યું કે અજિત ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે લાંબા સમય સુધી દેશને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું...

Rupin Bakraniya
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને જન્મદિને દેશભરના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, રેલવે અને ડિજિટલ ઇન્ડિયામાં યોગદાનની કરી પ્રશંસા

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને જન્મદિને દેશભરના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, રેલવે અને ડિજિટલ ઇન્ડિયામાં યોગદાનની કરી પ્રશંસા

દેશના કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવના જન્મદિવસ નિમિત્તે દેશભરના અનેક રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળ જાહેર જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Growth Now News
ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર પૂર્ણ થવાના આરે, મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરી થશે માત્ર 1 કલાક 58 મિનિટમાં

ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર પૂર્ણ થવાના આરે, મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરી થશે માત્ર 1 કલાક 58 મિનિટમાં

Mumbai Ahmedabad Bullet Train Project: ભારતના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટે હવે અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. દેશનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર આગામી વર્ષોમાં હકીકત બનવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માત્ર એક પરિવહન યોજના નહીં પરંતુ ભવિષ્યમાં દેશભરમાં બનનારા તમામ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે સ્ટાન્ડર્ડ મોડેલ તરીકે કામ કરશે. માત્ર 1 કલાક...

Rupin Bakraniya
જગદીશ વિશ્વકર્માએ વાપીમાં ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

જગદીશ વિશ્વકર્માએ વાપીમાં ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાપીમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી યોજનાઓ અને ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Rahul Desai
નવસારીના પાણીખડક ગામે રાજ્યપાલનો રાત્રિ ગ્રામસભા સંવાદ કર્યો

નવસારીના પાણીખડક ગામે રાજ્યપાલનો રાત્રિ ગ્રામસભા સંવાદ કર્યો

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી હતી તેમજ શિક્ષણ અને કુદરતી ખેતી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

Rahul Desai
મિડલ ઇસ્ટ સંકટમાં એલર્ટ મોડ પર મોદી સરકાર, ઇરાન સાથે કરી સીધી વાત

મિડલ ઇસ્ટ સંકટમાં એલર્ટ મોડ પર મોદી સરકાર, ઇરાન સાથે કરી સીધી વાત

Iran America Tension: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતે ખાડી દેશો સાથે સંબંધો અને સંપર્કોને વધુ મજબૂત બનાવ્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન ઉર્જા સુરક્ષા, ભારતીય નાગરિકોની સુરક્ષા અને વેપાર હિતોના રક્ષણ પર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે.

Growth Now News