Get News Alerts

Never miss breaking news updates.

જગદીશ વિશ્વકર્માએ વાપીમાં ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાપીમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી યોજનાઓ અને ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 Jun 2026 02:06 PM IST
જગદીશ વિશ્વકર્માએ વાપીમાં ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠકજગદીશ વિશ્વકર્માએ વાપીમાં ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

વાપી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓ સાથે વિશેષ સદભાવના બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સવારે વાપીમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સદભાવના બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉદ્યોગપતિ ગૌતમભાઈ શાહ, એ.કે. શાહ, અશોકભાઈ પાટીલ અને એસ.એન. ગર્ગ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દેશહિતમાં મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક અને પરિવર્તનકારી નિર્ણયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ નીતિઓ, રોકાણને પ્રોત્સાહન આપતા નિર્ણયો અને આત્મનિર્ભર ભારતના વિઝન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સાથે વિકાસલક્ષી મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરી દેશ અને રાજ્યના વિકાસમાં ઉદ્યોગ ક્ષેત્રની ભૂમિકા વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.