નવસારીના પાણીખડક ગામે રાજ્યપાલનો રાત્રિ ગ્રામસભા સંવાદ કર્યો



નવસારીના પાણીખડક ગામે રાજ્યપાલનો રાત્રિ ગ્રામસભા સંવાદ કર્યો



નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં યોજાયેલા રાત્રિ ગ્રામસભા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામના વિકાસ અને જનસુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ગ્રામજનોએ ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ, સ્થાનિક સમસ્યાઓ અને વિકાસલક્ષી જરૂરિયાતો અંગે પોતાના સૂચનો અને રજૂઆતો રાજ્યપાલ સમક્ષ રજૂ કરી હતી.

રાજ્યપાલે ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ગામડાંના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ અને મૂળભૂત સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્યરત છે.
આ પ્રસંગે રાજ્યપાલે ગ્રામજનોને પુત્રો તેમજ પુત્રીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પ્રેરિત કર્યા હતા. સાથે જ માતૃભૂમિ, પર્યાવરણ અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે કુદરતી ખેતી અપનાવવાનો સંદેશ આપતાં ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી. રાત્રિ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

