અજિત ડોભાલને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત, અમિત શાહે કહ્યું- દેશની સુરક્ષા મજબૂત કરવામાં તેમનું યોગદાન ઐતિહાસિક

Ajit Doval Lokmanya Tilak Award: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પુણેમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને આ સન્માન અર્પણ કર્યું અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમના યોગદાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી. અમિત શાહે જણાવ્યું કે અજિત ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે લાંબા સમય સુધી દેશને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું...
Rupin Bakraniya
Rupin Bakraniya
અજિત ડોભાલને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત, અમિત શાહે કહ્યું- દેશની સુરક્ષા મજબૂત કરવામાં તેમનું યોગદાન ઐતિહાસિકઅજિત ડોભાલને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત, અમિત શાહે કહ્યું- દેશની સુરક્ષા મજબૂત કરવામાં તેમનું યોગદાન ઐતિહાસિક

Ajit Doval Lokmanya Tilak Award: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પુણેમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને આ સન્માન અર્પણ કર્યું અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમના યોગદાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી. અમિત શાહે જણાવ્યું કે અજિત ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે લાંબા સમય સુધી દેશને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું છે. તેમના અનુભવ અને નિર્ણાયક સલાહના આધારે દેશની સુરક્ષા નીતિઓમાં અનેક મહત્વપૂર્ણ પરિવર્તનો શક્ય બન્યા છે.

તેમણે એક મહત્વપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાતના ગૃહમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અજિત ડોભાલ પાસેથી મળેલી મહત્વની માહિતીના આધારે ગુજરાત પોલીસે દેશભરમાં થયેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના 13 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે અજિત ડોભાલે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે પણ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક મહત્વપૂર્ણ વિચારોને આગળ વધાર્યા હતા. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને NSA તરીકે નિયુક્ત કર્યા બાદ તે વિચારોને અમલમાં મૂકવાનું કાર્ય ઝડપથી આગળ વધ્યું.

અમિત શાહે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સુરક્ષા વ્યવસ્થાની સંરક્ષણાત્મક તેમજ આક્રમક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં અજિત ડોભાલની વ્યૂહાત્મક સલાહ અત્યંત મહત્વપૂર્ણ રહી છે. કાર્યક્રમના અંતે અમિત શાહે કહ્યું કે લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજની ધરતી પર એક સાચા દેશભક્તનું સન્માન કરવાનું ગૌરવ મળ્યું છે. તેમણે અજિત ડોભાલના દીર્ઘાયુષ્ય અને દેશસેવામાં સતત યોગદાન માટે શુભેચ્છા પાઠવી.