
Surat Heavy Rain Evacuation: સુરત હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં...

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCએ ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટે યોજાનારી GPSCની 34 કેડરની પરીક્ષા હવે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા હવે 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે તેવી જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ આમલી ડેમમાં પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના 15 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા અને અમદાવાદમાં 31 જુલાઈના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે હાઈ એલર્ટ જાહેર કરીને અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે તેમજ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે.

Amit Shah Gujarat Heavy Rain Review: ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના વહીવટી તંત્ર સાથે ફરી એકવાર વરસાદી સ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી. અમદાવાદમાં 18.42 ઇંચથી વધુ વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ પર પણ...

Ahmedabad Fire Emergency Services Rain Response: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક રાહત માટે અસરકારક કામગીરી કરી રહ્યું છે. તા. 23 જુલાઈના સમગ્ર દિવસ દરમિયાન તથા તા. 24 જુલાઈના સવારે 10:00 વાગ્યા સુધી મળીને વિભાગે કુલ 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી સફળ કામગીરી...

Gujarat Heavy Rain Update: છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે...

અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.