ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સતત નજર

Amit Shah Gujarat Heavy Rain Review: ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના વહીવટી તંત્ર સાથે ફરી એકવાર વરસાદી સ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી. અમદાવાદમાં 18.42 ઇંચથી વધુ વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ પર પણ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Amit Shah Gujarat Heavy Rain Review: ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના વહીવટી તંત્ર સાથે ફરી એકવાર વરસાદી સ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી. અમદાવાદમાં 18.42 ઇંચથી વધુ વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ પર પણ અમિત શાહે વિશેષ ધ્યાન આપ્યું છે. તેમણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોના ઝડપી રેસ્ક્યુ, પાણીના નિકાલ અને જનજીવનને સામાન્ય બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આરોગ્ય સેવાઓ, પીવાના પાણીનો પુરવઠો અને વીજળી જેવી આવશ્યક સેવાઓ કોઈપણ સંજોગોમાં અવિરત ચાલુ રહે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વોટરલોગિંગવાળા વિસ્તારોમાં મશીનરી સાથે સતત કામગીરી કરવામાં આવે તેમજ મુખ્ય કંટ્રોલ રૂમથી રિયલ-ટાઈમ મોનિટરિંગ ચાલુ રાખવા સૂચના આપી છે.

અમિત શાહે નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક સરકારી તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સતત સંકલન સાથે રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે ચાલી રહી છે, જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ મળી શકે.