ભારે વરસાદના હાઈ એલર્ટને પગલે વડોદરા અને અમદાવાદમાં શાળા-કોલેજોમાં રજા જાહેર


ફાઈલ ફોટો
ભારે વરસાદના હાઈ એલર્ટને પગલે વડોદરા અને અમદાવાદમાં શાળા-કોલેજોમાં રજા જાહેર


ફાઈલ ફોટો
વડોદરા/અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વડોદરા અને અમદાવાદમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા જિલ્લા કલેક્ટરે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
વડોદરા જિલ્લા વહીવટી તંત્રે જિલ્લાના તમામ તલાટી અને તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે, જેથી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બંને શહેરોમાં તંત્ર એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.




