
Himmatnagar News:હિંમતનગરમાં રૂપિયા 23 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બ્રિજનું લોકાર્પણ થતાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને અવરજવરમાં મોટી રાહત મળશે.

Bhavnagar News: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે દેસાઈનગરથી વરતેજ સુધી નવો ઓવરબ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Amalkhadi Bridge Ankleshwar NH48: નેશનલ હાઇવે-48 પર અંકલેશ્વરના પીરામણ આમલાખાડી નજીક વર્ષોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં હવે રાહત મળવાની આશા છે. રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો નવો ત્રણ લેનનો...

અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે.

રાજકોટના મેયર મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ બ્રિજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, બપોર સુધીમાં પુલના લોકાર્પણ અને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ગાંધીનગર: ગાંધીનગરથી કચ્છ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 મહત્વપૂર્ણ રસ્તાઓને ફોરલેન બનાવવા માટે ₹629 કરોડની મંજૂરી આપી છે. આ નિર્ણયથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને પરિવહન વ્યવસ્થા સુગમ બનશે.

રાજકોટના નવા મેયર નેહલ શુક્લા એક્શન મોડમાં... 72 કરોડના સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન કામગીરીમાં ખામીઓ સામે આવતા અધિકારીઓને આડે હાથ લીધા... ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરવાની કડક ચેતવણી આપી.

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતાં અમદાવાદ (સરખેજ)– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે બે અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ અંગે પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયોથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જોવા મળશે. રાજ્યના માર્ગોના નેટવર્કને સુરક્ષિત...