Himmatnagar News: હિંમતનગરમાં રૂપિયા 23 કરોડના નવા બ્રિજનું લોકાર્પણ, અનેક વિસ્તારોને મળશે ટ્રાફિકથી રાહત


હિંમતનગરમાં નવા બ્રિજનું લોકાર્પણ કરાયું
Himmatnagar News: હિંમતનગરમાં રૂપિયા 23 કરોડના નવા બ્રિજનું લોકાર્પણ, અનેક વિસ્તારોને મળશે ટ્રાફિકથી રાહત


હિંમતનગરમાં નવા બ્રિજનું લોકાર્પણ કરાયું
Himmatnagar News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. અંદાજે રૂપિયા 23 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પરિવહનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે. બ્રિજ શરૂ થવાથી મહાવીરનગર સહિતના વિસ્તારોના નાગરિકોને અવરજવરમાં સરળતા મળશે અને શહેરના ટ્રાફિકનું ભારણ પણ ઘટવાની આશા છે.
અંબાજી તરફ જતા યાત્રાળુઓ માટે આ માર્ગ ઉપયોગી સાબિત થશે
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને વડાપ્રધાનના વિકાસલક્ષી અભિગમને કારણે હિંમતનગરમાં માળખાકીય સુવિધાઓનો સતત વધારો થઈ રહ્યો છે. આ નવા બ્રિજથી મહાવીરનગર, મહેતાપુરા અને બ્રહ્માણીનગર સહિતના વિસ્તારોના લોકોને સીધો લાભ મળશે. ખાસ કરીને ગાંભોઈ તરફથી નેશનલ હાઈવે મારફતે આવતા વાહનચાલકોને હવે શહેરના ગીચ ટ્રાફિકમાં પ્રવેશ્યા વિના મહેસાણા અને વિજાપુર તરફ જવા માટે સરળ માર્ગ ઉપલબ્ધ થશે. હિંમતનગર તાલુકા ઉપરાંત ભિલોડા અને ઈડર તાલુકાના વિવિધ ગામોના લોકોને પણ આ બ્રિજથી અવરજવરમાં સુવિધા મળશે. અંબાજી તરફ જતા યાત્રાળુઓ માટે પણ આ માર્ગ ઉપયોગી સાબિત થશે.
મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા
બ્રિજની આસપાસના માર્ગોના વિકાસ અંગે પણ આ પ્રસંગે ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં ખેતરસિયા રોડને સીસી રોડ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિજ પર મોર્નિંગ વોક માટે આવતા નાગરિકો માટે પણ નવી સુવિધા ઉપયોગી બનશે.
કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન અમૃતભાઈ પુરોહિત સહિત નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ શહેરના વિકાસમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરી નગરજનોને નવી સુવિધા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: Kutch News: રાપરમાં ખનિજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો, રૂપિયા 4.45 કરોડના વાહનો સીઝ




