
International Relations: દુનિયાની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ એક જ મંચ પર એકસાથે આવ્યા ત્યારે સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર ટકેલી રહી હતી.

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની ભૂમિકાને લઈને પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ વ્લાદિસ્લાવ થિયોફિલ બટોવસ્કીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, વર્ષ 2022ના અંતમાં જ્યારે યુદ્ધ અત્યંત ગંભીર તબક્કામાં હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ટેક્ટિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ નિવેદન પોલિશ મંત્રીનો દાવો છે. પોલિશ...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સીરિયા મુલાકાત દરમિયાન રાજધાની દમાસ્કસમાં થયેલા જોરદાર ધડાકાઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સાથે મહત્વપૂર્ણ બેઠકમાં વ્યસ્ત હતા ત્યારે શહેરના કેન્દ્ર વિસ્તારમાં બે વિસ્ફોટ થયા હોવાની માહિતી સામે આવી છે.

Narendra Modi Donald Trump Meeting G7 2026: મંગળવારથી ફ્રાન્સના શહેર એવિયનમાં G-7 સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ મોટા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી રહ્યા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર પહોંચ્યા છે. આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા હતા. તેમની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે...

ચીન પ્રવાસે ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping સાથે બેઇજિંગ સ્થિત ઐતિહાસિક Temple of Heavenની મુલાકાત લીધી હતી. મંદિરની ભવ્યતા જોઈ ટ્રમ્પે ચીનની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી, જ્યારે તાઇવાન અને વિયેતનામ મુદ્દે પૂછાયેલા સવાલો પર બંને નેતાઓ મૌન રહ્યા હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાની સાથે સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2026 ચીન-અમેરિકા સંબંધોમાં ઐતિહાસિક સાબિત થશે અને બંને દેશો વચ્ચે સહયોગનો નવો અધ્યાય શરૂ કરશે.

સુરેન્દ્રનગરના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે થયેલા શોર્ટ સર્કિટથી આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે.

ટ્રમ્પે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે પોપ તેહરાનને પરમાણુ હથિયાર રાખવાની ક્ષમતાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે વોશિંગ્ટન તેને ક્યારેય સ્વીકારશે નહીં. આ પહેલા મંગળવારે પોપ લિયોએ જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પરમાણુ હથિયારોનું સમર્થન કર્યું નથી અને જે લોકો તેમની ટીકા કરે છે તેમણે સત્ય બોલવું જોઈએ। તેમણે આ વાત અમેરિકી રાષ્ટ્રપતિની તે ટિપ્પણીના જવાબમાં કહી હતી, જેમાં તેમના પર ઈરાન યુદ્ધ અંગેના વલણથી અનેક કેથોલિકોને જોખમમાં મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો.