Get News Alerts

Never miss breaking news updates.

ટ્રમ્પે શી જિનપિંગને ગણાવ્યા 'મહાન નેતા', કહ્યું- "તમારી સાથે હોવું એ સન્માનની વાત

સુરેન્દ્રનગરના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે થયેલા શોર્ટ સર્કિટથી આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 May 2026 11:23 AM IST
ટ્રમ્પે શી જિનપિંગને ગણાવ્યા 'મહાન નેતા', કહ્યું- "તમારી સાથે હોવું એ સન્માનની વાતટ્રમ્પે શી જિનપિંગને ગણાવ્યા 'મહાન નેતા', કહ્યું- "તમારી સાથે હોવું એ સન્માનની વાત

બીજિંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ચીનની રાજધાની બીજિંગમાં એક હાઈ-પ્રોફાઈલ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિના મન મૂકીને વખાણ કર્યા હતા અને તેમને એક "મહાન નેતા" તરીકે સંબોધ્યા હતા.

મિત્રતા અને સન્માનનો સૂર
બેઠકની શરૂઆતમાં ટ્રમ્પે ઓપનિંગ રિમાર્ક આપતા જણાવ્યું હતું કે, "શી જિનપિંગ સાથે હોવું અને તેમના મિત્ર હોવું એ મારા માટે સન્માનની વાત છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો પહેલા કરતા ક્યાંય વધુ સારા થવા જઈ રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવી છે, ત્યારે આપણે સાથે મળીને તેને ઉકેલી છે. આપણું ભવિષ્ય સાથે મળીને ખૂબ જ ઉજ્જવળ હશે."

"તમે મહાન નેતા છો, આ સત્ય છે"
ટ્રમ્પે તેમના આક્રમક અંદાજમાં જિનપિંગની પ્રશંસા કરતા કહ્યું, "હું દરેકને કહું છું કે તમે એક મહાન નેતા છો. ક્યારેક લોકોને મારું આ કહેવું પસંદ નથી આવતું, પણ હું તો પણ કહું છું કારણ કે તે સાચું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકામાં હાલમાં દરેક વ્યક્તિ આ ઐતિહાસિક સમિટ વિશે જ વાત કરી રહી છે.

ટોચના બિઝનેસમેનોનું પ્રતિનિધિમંડળ
ટ્રમ્પે ખાસ ઉલ્લેખ કર્યો કે તેઓ પોતાની સાથે અમેરિકાના ટોચના 30 ઉદ્યોગપતિઓને લઈને આવ્યા છે. તેમણે કહ્યું કે, "મને કંપનીઓના બીજા કે ત્રીજા નંબરના લોકો નહીં, પણ માત્ર ટોચના નેતાઓ જોઈતા હતા. તેઓ આજે ચીનને સન્માન આપવા અને વેપારની તકો શોધવા અહીં આવ્યા છે."

કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?
બીજિંગના 'ગ્રેટ હોલ ઓફ પીપલ' ખાતે યોજાઈ રહેલી આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિમંડળો નીચે મુજબના ગંભીર મુદ્દાઓ પર મંથન કરશે:

ટેકનોલોજી અને ઈનોવેશન

દ્વિપક્ષીય વેપાર (Trade)

હોર્મુઝની સામુદ્રધુની અને ઈરાન મામલે વૈશ્વિક સુરક્ષા

ભવ્ય સ્વાગત
ગ્રેટ હોલ ખાતે રાષ્ટ્રપતિ શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પનું શાહી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમેરિકી રાષ્ટ્રપતિના સન્માનમાં સૈનિકો દ્વારા એક શાનદાર 'કોરિયોગ્રાફ્ડ મિલિટ્રી શો' પણ રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતો આ મુલાકાતને વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાય તરીકે જોઈ રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.