Get News Alerts

Never miss breaking news updates.

પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, ફ્રાન્સમાં G-7 બેઠક દરમિયાન થઈ મુલાકાત

Narendra Modi Donald Trump Meeting G7 2026: મંગળવારથી ફ્રાન્સના શહેર એવિયનમાં G-7 સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ મોટા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી રહ્યા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર પહોંચ્યા છે. આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા હતા. તેમની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે...
R Gajjar
R GajjarUpdated on: 16 Jun 2026 07:17 PM IST
પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, ફ્રાન્સમાં G-7 બેઠક દરમિયાન થઈ મુલાકાતપીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, ફ્રાન્સમાં G-7 બેઠક દરમિયાન થઈ મુલાકાત

Narendra Modi Donald Trump Meeting G7 2026: મંગળવારથી ફ્રાન્સના શહેર એવિયનમાં G-7 સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ મોટા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી રહ્યા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર પહોંચ્યા છે. આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા હતા. તેમની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે આ સમિટ દરમિયાન પીએમ મોદી અન્ય ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત    
ફ્રાન્સના એવિયનમાં આયોજિત G-7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાત કરતા જોવા મળે છે. નોંધનીય છે કે બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત લગભગ 16 મહિના પછી થઈ રહી છે. બંને નેતાઓએ G-7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને G-7 દેશોના અન્ય નેતાઓએ સમિટમાં સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com