
કોમનવેલ્થ ગેમ્સ 2026નો 10મો દિવસ ભારત માટે ઐતિહાસિક અને શાનદાર રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને એક જ દિવસમાં કુલ 16 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 7 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતના આ શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.

કોમનવેલ્થ ગેમ્સના માહોલ વચ્ચે ગ્લાસગોમાં ભારતની સંસ્કૃતિની ઝલક જોવા મળી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય અને સ્કોટિશ નાગરિકો સાથે યોગ કરીને દિવસની શરૂઆત કરી હતી. યોગ સત્રમાં તેમણે યોગને વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ ગણાવી અને તેના મહત્વ વિશે વાત કરી હતી.

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના...

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી, જ્યાં વિશેષ સમારોહ દરમિયાન ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોના સંબોધન અને ભારતીય મૂળના લોકો સાથેની મુલાકાતો દ્વારા ગુજરાત અને વૈશ્વિક ભારતીય સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો.

ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની પેરા એથ્લીટ શર્મિલા ધનખડે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં શર્મિલા ધનખડે 9.81 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના મેડલ ટેલીમાં વધુ એક મેડલનો ઉમેરો થયો છે. ભારતીય વેઇટલિફ્ટર ચનંબમ ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે કુલ 264 કિગ્રા વજન ઉઠાવીને પોડિયમ પર બીજું સ્થાન મેળવ્યું. આ સાથે ભારતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું બીજું મેડલ જીત્યું છે.