
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Dang News: ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડી પ્રવાસન સ્થળોના તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Dang News: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ડાંગના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ડાંગની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Dang Rain: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ હવે વિધિવત્ દસ્તક આપી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. 🌧️🌾