ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર



ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર



ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ હવે વિધિવત રીતે દસ્તક આપી દીધી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વઘઈ તાલુકાના સાકરપાતળ અને દગુનિયા ગામોમાં આગાહી મુજબ ધોધમાર વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની જોરદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખાસ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો છે અને હવે વાવણીની કામગીરીને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
વરસાદના આગમન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતો માટે આ વરસાદ ખુશખબર સમાન સાબિત થયો છે. ચોમાસાની શરૂઆત સાથે હવે ખેડૂતો સારા પાકની આશા રાખી રહ્યા છે.




