Get News Alerts

Never miss breaking news updates.

ડાંગના પ્રવાસન સ્થળોના તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ, 22 જુલાઈ સુધી જાહેરનામું અમલમાં

Dang News: ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડી પ્રવાસન સ્થળોના તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
Admin
AdminUpdated on: 04 Jul 2026 08:54 PM IST
ડાંગના પ્રવાસન સ્થળોના તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ, 22 જુલાઈ સુધી જાહેરનામું અમલમાંડાંગના પ્રવાસન સ્થળોના તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ, 22 જુલાઈ સુધી જાહેરનામું અમલમાં

Dang News: ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડી પ્રવાસન સ્થળોના તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામા મુજબ, જિલ્લાની નદીઓ, ધોધ, તળાવો, ચેકડેમ સહિતના તમામ જળાશયોમાં પ્રવેશ તેમજ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને પ્રતિબંધનો કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

આ જાહેરનામું 22 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તંત્રએ આ નિર્ણય લીધો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.