
Tulsi Vivah : ડાકોરના પવિત્ર ધામમાં કાળિયા ઠાકોર શ્રી રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયા હતા.

Dakor Janmashtami : યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના પાવન અવસરે ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે નીકળી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

અધિક માસની પવિત્ર પૂનમના અવસરે યાત્રાધામ ડાકોરમાં આસ્થાનું વિરાટ દ્રશ્ય જોવા મળ્યું. રાજા રણછોડરાયના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યભર તેમજ બહારના રાજ્યોમાંથી લાખો ભાવિકો ડાકોર પહોંચ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે સમગ્ર ડાકોર નગર ભજન-કીર્તન અને જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.

ડાકોરઃ રણછોડજી મંદિરના ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડજી મંદિરમાં થોડા દિવસ પહેલાં મનોરથમાં ભાવવધારો કરવામાં આવ્યો હતો. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથના ભાવ અંદાજે ચાર ગણા જેટલા વધારી દેવામાં આવ્યા હતા.