
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને કરેલા નિવેદન બાદ અમેરિકામાં રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત ડેમોક્રેટિક પાર્ટીના અનેક નેતાઓએ ટ્રમ્પના દાવાઓને ફગાવી તેમની સામે આકરા પ્રહારો કર્યા છે.

ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ હવે વૈશ્વિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાવી તેની પ્રશંસા કરી છે. સાથે જ તેમણે અમેરિકા માટે પણ વધુ ઝડપી આર્થિક વિકાસનું લક્ષ્ય નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Nadiad Family Dies in US Fire: ખેડા જિલ્લાના નડિયાદ શહેર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો લોજ મોટેલમાં લાગેલી ભીષણ આગમાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આ ઘટનાએ ગુજરાત સહિત અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ, મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર, તેમની પત્ની...

America News: અમેરિકાએ ગંભીર ગુનાઓ અને કથિત ઇમિગ્રેશન છેતરપિંડી માટે 17 લોકો પાસેથી નાગરિકતા છીનવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આમાં ભારતીય મૂળના નીરજ શર્માનો પણ સમાવેશ થાય છે, જેમના પર નાગરિકતા પ્રક્રિયા દરમિયાન નકલી H-1B વિઝા દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો અને ખોટી માહિતી પૂરી પાડવાનો આરોપ છે.

ડ્રગ હેરફેર સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું અભિયાન ચાલુ છે. ફરી એકવાર યુએસ સેનાએ ડ્રગ્સથી ભરેલી બોટ સામે કાર્યવાહી કરી છે. 29 મેના રોજ, યુએસ આર્મીના સધર્ન કમાન્ડ (સાઉથકોમ) ના જનરલ ફ્રાન્સિસ ડોનોવનના નિર્દેશન હેઠળ, જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર યુનિટે પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ડ્રગ્સ ભરેલી બોટને નિશાન બનાવી. જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર યુનિટે બોટ પર મિસાઈલ છોડીને તેનો નાશ કર્યો હતો. સધર્ન કમાન્ડ યુનિટે આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

White House Attack: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના અધિકારીઓ અને એક સશસ્ત્ર વ્યક્તિ વચ્ચે ગોળીબાર થતાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ વ્હાઇટ હાઉસને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

Iran America Tension: ઈરાનના તેલ વેપારને મોટો ફટકો આપતા અમેરિકાએ ચીનની એક મોટી તેલ કંપનીને બ્લેકલિસ્ટ કરી છે. વોશિંગ્ટને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાનનું તેલ ખરીદનારા અથવા સહયોગ કરનારા દેશો અને કંપનીઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, જેના કારણે વૈશ્વિક તણાવ વધી શકે છે.

Iran America Tension: ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસનું ગંભીર સંકટ ઉભું થયું છે. જેના કારણે ઈરાન-અમેરિકા મંત્રણામાં પાકિસ્તાનની મધ્યસ્થી જોખમમાં મુકાઈ ગઈ છે. ઈરાનના સરકારી મીડિયાએ પાકિસ્તાન પર સીધો આરોપ લગાવ્યો છે કે, તે અમેરિકા સાથે મળીને "ડબલ ગેમ" રમી રહ્યું છે અને પ્રામાણિકપણે મધ્યસ્થી કરી રહ્યું નથી. ઈરાનની સૌથી મોટી નારાજગી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પ્રત્યે છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પાકિસ્તાનની ભૂમિકા પર અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો શરૂ કર્યો છે.

America Attack: અમેરિકાએ ડ્રગ્સ તસ્કરી અને કથિત નાર્કો ટેરેરિઝમ સામે સૈન્ય કાર્યવાહી વધારી છે. પૂર્વ પેસિફિક મહાસાગરમાં આ અંતર્ગત એક મોટો હુમલો કરવામાં આવ્યો છે. US સાઉથર્ન કમાન્ડે જણાવ્યુ છે કે, 14 એપ્રિલે જોઈન્ટ ટાસ્ક ફોર્સ સાઉથર્ન સ્પીયર અંતર્ગત એક શંકાસ્પદ જહાજ પર લેથલ કાઇનેટિક સ્ટ્રાઇક કરવામાં આવી હતી.