Video: વ્હાઇટ હાઉસ બહાર હુમલો, હુમલાખોર અને સિક્રેટ સર્વિસ વચ્ચે અથડામણ



Video: વ્હાઇટ હાઉસ બહાર હુમલો, હુમલાખોર અને સિક્રેટ સર્વિસ વચ્ચે અથડામણ



White House Attack: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના અધિકારીઓ અને એક સશસ્ત્ર વ્યક્તિ વચ્ચે ગોળીબાર થતાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ વ્હાઇટ હાઉસને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ ઘટના વોશિંગ્ટન મોન્યુમેન્ટ નજીક 15મી સ્ટ્રીટ અને ઇન્ડિપેન્ડન્સ એવન્યુ વિસ્તારમાં બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગોળીબાર બપોરે લગભગ 3:30 વાગ્યે થયો હતો, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.
સિક્રેટ સર્વિસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી. ગોળીબાર દરમિયાન તેને ગોળી વાગી હતી અને બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની સ્થિતિ અને હુમલા પાછળનો હેતુ હાલમાં તપાસ હેઠળ છે.
આ ઘટના બાદ તરત જ, સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો અને વ્હાઇટ હાઉસ સંકુલમાં સુરક્ષા વધારી દીધી હતી. જો કે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સને કોઈ નુકસાન થયું નથી.




