અમેરિકાનો જહાજ પર હુમલો, 5ના મોત; ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો દાવો



ફાઇલ તસવીર
અમેરિકાનો જહાજ પર હુમલો, 5ના મોત; ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો દાવો



ફાઇલ તસવીર
America Attack: અમેરિકાએ ડ્રગ્સ તસ્કરી અને કથિત નાર્કો ટેરેરિઝમ સામે સૈન્ય કાર્યવાહી વધારી છે. પૂર્વ પેસિફિક મહાસાગરમાં આ અંતર્ગત એક મોટો હુમલો કરવામાં આવ્યો છે. US સાઉથર્ન કમાન્ડે જણાવ્યુ છે કે, 14 એપ્રિલે જોઈન્ટ ટાસ્ક ફોર્સ સાઉથર્ન સ્પીયર અંતર્ગત એક શંકાસ્પદ જહાજ પર લેથલ કાઇનેટિક સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
આ હુમલામાં ચાર કથિત નાર્કો આતંકી મોતને ભેટ્યા છે. અમેરિકાનું કહેવું છે કે, આ લોકો ડ્રગ્સ તસ્કરી સાથે જોડાયેલા હતા. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે, આ જહાજ પૂર્વ પેસિફિક મહાસાગરમાં ડ્રગ્સ તસ્કરી કરવા માટે વપરાતા રસ્તે જઈ રહ્યું હતું અને બાતમીને આધારે તેના પર હુમલો કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં કોઈ અમેરિકી સૈનિકને હાનિ પહોંચી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આ ચોથો હુમલો છે. સોમવારે 2 લોકો, શનિવારે બે અલગ અલગ હુમલામાં 5 અને આ હુમલામાં ચાર લોકોના મોત નીપજ્યા છએ. સપ્ટેમ્બરથી આવી ઘટનાઓમાં અંદાજે 175 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ હુમલા આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પૂર્વ પેસિફિક અને કેરેબિયન ક્ષેત્રમાં.
અમેરિકાનું કહેવું છે કે, આ અભિયાન લેટિન અમેરિકામાંથી ડ્રગ્સની તસ્કરી રોકવા માટે જરૂરી છે. જો કે, આ અભિયાનને લઈને પણ ગંભીર વિવાદ સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદા વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ એક્સ્ટ્રાજ્યુડિસિયલ કિલિંગ્સ છે. માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે, કોઈપણ પ્રકારના પૂરતા પુરાવા વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.




