Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકામાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત, મોટેલમાં લાગેલી આગ બની જીવલેણ

Nadiad Family Dies in US Fire: ખેડા જિલ્લાના નડિયાદ શહેર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો લોજ મોટેલમાં લાગેલી ભીષણ આગમાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આ ઘટનાએ ગુજરાત સહિત અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ, મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર, તેમની પત્ની...
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 08:41 PM IST
અમેરિકામાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત, મોટેલમાં લાગેલી આગ બની જીવલેણઅમેરિકામાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત, મોટેલમાં લાગેલી આગ બની જીવલેણ

AI Generated Images

Nadiad Family Dies in US Fire:  ખેડા જિલ્લાના નડિયાદ શહેર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો લોજ મોટેલમાં લાગેલી ભીષણ આગમાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આ ઘટનાએ ગુજરાત સહિત અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ, મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન સુથાર અને 20 વર્ષીય પુત્રી ઈશાની સુથાર છેલ્લા બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ જે ઈકોનો લોજ મોટેલમાં રહેતા હતા, ત્યાં અચાનક આગ ફાટી નીકળી હતી.

આગ લાગ્યાના સમયે પરિવાર પોતાના રૂમમાં હાજર હતો. આગની ગંભીરતા વધતા રૂમમાંથી ડેસ્ક પર ફોન કરીને મદદ પણ માગવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ડેસ્ક તરફથી પરિવારને બચાવ માટે બાથરૂમમાં પાણી ચાલુ રાખીને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી હતી. પરિવાર સૂચના મુજબ બાથરૂમમાં બંધ થઈ ગયો હતો, પરંતુ આગ અને ધુમાડા પર કાબૂ મેળવવામાં સમય લાગતા રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે ગુંગળાઈ જવાથી હિતેશભાઈ, હિનાબેન અને ઈશાની ત્રણેયના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના સમાચાર મળતા જ નડિયાદમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના સગા-સંબંધીઓ અને ઓળખીતાઓમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક ગુજરાતી સમાજ પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છે. અમેરિકાની સ્થાનિક ફાયર અને પોલીસ વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આગ કેવી રીતે લાગી અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે તપાસ ચાલુ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com