ટ્રમ્પના 2020ની ચૂંટણી અંગેના દાવાથી અમેરિકામાં રાજકીય ગરમાવો, કમલા હેરિસનો વળતો પ્રહાર


ફાઈલ ફોટો
ટ્રમ્પના 2020ની ચૂંટણી અંગેના દાવાથી અમેરિકામાં રાજકીય ગરમાવો, કમલા હેરિસનો વળતો પ્રહાર


ફાઈલ ફોટો
વોશિંગ્ટન: અમેરિકામાં આગામી મિડ-ટર્મ ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણ વધુ ગરમ બન્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે ફરી એકવાર સવાલો ઉઠાવતા ચીન દ્વારા મતદારોનો ડેટા હેક કરાયો હોવાનો અને રશિયા તેમજ ઈરાન દ્વારા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરાયો હોવાનો દાવો કર્યો છે.
ટ્રમ્પના નિવેદન બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "2020ની ચૂંટણી ચોરાઈ નહોતી. અમે જીત્યા હતા અને ટ્રમ્પ હાર્યા હતા. તેઓ દેશના વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
હેરિસે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ સરકાર મોંઘવારી, આરોગ્ય, આવાસ અને સામાન્ય લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે અને હવે ચૂંટણી સંબંધિત જૂના મુદ્દાઓ ઉઠાવી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા પણ અપીલ કરી હતી.
ડેમોક્રેટિક પાર્ટીના અન્ય નેતાઓ જેમ કે નેન્સી પેલોસી, એલિઝાબેથ વોરન, હકીમ જેફરીઝ, ગેવિન ન્યૂસમ, માર્ક કેલી, જોન ઓસોફ અને રાફેલ વોર્નોકે પણ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી હતી. તેમણે ટ્રમ્પ પર ચૂંટણી અંગે ખોટા દાવા કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ સમગ્ર મુદ્દો અમેરિકાની આગામી મિડ-ટર્મ ચૂંટણી પહેલાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ટ્રમ્પના નિવેદન અને તેના પર વિરોધ પક્ષની તીવ્ર પ્રતિક્રિયાઓ વચ્ચે અમેરિકાની રાજનીતિમાં ફરી એકવાર ચૂંટણી અને મતદાન પ્રક્રિયાને લઈને ચર્ચા તેજ બની છે.




