
Shrinagar Airport પર ઈન્ડિગોનું એક પેસેન્જર વિમાન અકસ્માતનો ભોગ બન્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના વિમાન રનવે પર પાર્ક કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન બની હતી.

Baramati Airport Trainee Aircraft Crash: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી એરપોર્ટ પર રવિવારે એક ટ્રેની એરક્રાફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાયલટ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. એરક્રાફ્ટને માત્ર સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેની એરક્રાફ્ટ પાયલટ ટ્રેનિંગ...

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379 દરમિયાન મંગળવારે ભયંકર ટર્બ્યુલન્સ સર્જાતા વિમાનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સલામત હોવાનું એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે. માહિતી મુજબ, દિલ્હી...

અમદાવાદ: ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે અને કોઈપણ પ્રકારના ઉતાવળભર્યા તારણો પર પહોંચવાને બદલે સત્ય આધારિત અને વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ કરવી સૌથી વધુ જરૂરી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે...

ગાંધીનગર: અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપતાં સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન અને ત્યારબાદની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી. જી.એસ. મલિકે જણાવ્યું કે તેમને તેમના નિવાસસ્થાનેથી જ વિમાન દુર્ઘટના અને બ્લાસ્ટની માહિતી મળી હતી. માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પોલીસ,...

Air India Plane Tail Strike Bengaluru: બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ ગઈ. વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તે ફરીથી ઉડાન ભરી શકે તે પહેલાં તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન કોઈ વસ્તુ સાથે અથડાઈ ગઈ. અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. વિમાનમાં પાયલોટ અને કેબિન ક્રૂ સહિત 179 લોકો સવાર હતા. જોકે, આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નથી અને બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે